26 February, 2011

આ દોડધામ શાની છે ?

આજે જિંદગીની ગાડી ખૂબ તેજ રફતારથી દોડી રહી છે. આપણી ચોતરફ દોડધામ મચેલી છે. દરેક માનવી આગળ નીકળવાની હોડમાં લાગેલો છે. આ દોડધામ શાની છેસુખી- સમૃદ્ધ થઈ જવા માટેબીજા કરતાં આગળ નીકળી જવા માટેકોઈ કશું કરે તે પહેલાં જ પોતે કરીને દેખાડે અને જગ જીત્યાનો લ્હાવો લઈ લે એને માટે માણસો વચ્ચે હોડ મચી છે.

સતત બહાર જપોતાની ફરતે જ ફરતી રહેલી નજરને પોતાની ભીતરમાં ડોકિયું કરવાની જરા અમથી પણ ફુરસદ નથી. એટલે જ બહાર ગમે એટલી ઝાકમઝોળ વધે પણ થોડીક દેખભાળને અભાવે કે માવજતને અભાવે માણસનું ભીતર ખવાતું જાય છે. પોલું- દોદળુંજર્જરિત થતું જાય છે.

જગતમાં સ્વાર્થીઓને તો પોતાના ભીતરને ભાળવાની ફુરસદ જ નથી. પરંતુ પરમાર્થીઓ પણ એમ જ અટવાયેલા છે. પરહિત કાજે પોતાના ખુદના સંસારનેપળોજણને ત્યજી દઈને પરમાર્થને પંથે વળેલા મહાનુભાવો પણ એ પરમાર્થના સંસારની પળોજણમાં અટવાઈ જઈ પોતાની જાતથી અળગા થતાં જાય છે.

આત્મા- પરમાત્માની પ્રાપ્તિનો ઊંચો આદર્શ ભલે આપણી પાસે ના હોય પણ ખુદની અસલિયતને પ્રમાણવા માટે જોઈતી ફુરસદ તો આપણે મેળવવી જ પડે નેપરંતુ આવું થતું નથી. બાહ્ય વ્યવહારો અને બાહ્ય ઉપચારોના દબાણ હેઠળ જ જીવવા કરતો માનવી પોતાની ખુદની પાસે જવા જેટલી અમથી શી નિરાંત પામી શકતો નથી.

પોતાની ભીતર પડેલા સત્વને સમજવાનીએનું સંમાર્જન કરવાની જરૂરિયાત જો એક જ વખત માણસને સમજાઈ જાય તો પછી એણે એક નિયત નિત્યક્રમ જ ગોઠવવાનો રહે છે. દિવસના ચોવીસ કલાકમાંથી પોતાને અનુકૂળ આવે એટલી મિનિટો એણે દુન્યવી વ્યવહારોની જંજાળથી અળગા થઈ પોતાની જાત સાથે સંપૂર્ણ રીતે એકાંતમાં ગાળવાનું ગોઠવવું પડે.

ઉપરોક્ત બાબતને સાર્થક કરતી ચિંતક ચાર્લ્સ નોરટનની હિમાયત એમના પોતાના સમય કરતાં પણ આજે વધારે ઉપયોગી દેખાય છે. તમારો વ્યવસાય ચાહે ગમે તે હોય અને તમારા કલાકો પ્રવૃત્તિઓથી ભલે ગમે તેટલા ભરચક હોયપણ તમારા આંતરજીવનને તાજગી આપવા જરૂરી એવી થોડીક પળો રોજેરોજ મેળવવાનું ચૂકશો નહીં.

જે વ્યક્તિ આ કરી શકે છે એને ભીતરની તાજગી અવશ્ય સાંપડે છે. જેને આ તાજગી સાંપડવા લાગી તો તેને બહારના કાર્યો અને સાંસારિક જવાબદારીઓ નિભાવવાનું પણ સરળ થઈ પડે છે. હાપણ અગત્યની વાત એ છે કે તે પહેલાં એને ભીતરની તાજગીની અનિવાર્યતા સમજાઈ જવી જોઈએ.

'મા'ય પડયા તે મહાસુખ માણે'ના મરજીવાની જેમાં આંતર સમુદ્રમંથનથી મહાસુખરૂપી તાજગીનું જ મહામૂલું મોતી મળે છે. તે આંતરિક સૌંદર્ય તો વધારે જ છેપણ બાહ્ય સૌંદર્યને પણ બમણું કરે છે. આ કુદરતી લાલિમાનો કોઈ વિકલ્પ નથી.

source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=266209


No comments: