01 August, 2009

યજ્ઞોપવીતનું મહત્વ


હિંદુઓના શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે.

ઉપનયન એ બ્રાહ્મણોના જીવનનો એક મહત્‍વપૂર્ણ સંસ્‍કાર છે. આ સંસ્‍કારથી જ દ્વિજત્‍વના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્‍વ પ્રાપ્‍ત થાય છે. 'ઉપનયન' શબ્‍દ સંસ્‍કૃત ધાતુ उ+पनी નજીક લઇ જવું, દોરી જવું પરથી બન્‍યો છે. એનો શાબ્દિક અર્થ 'વિદ્યાર્થીને એના ગુરુ પાસે એના શિક્ષણ માટે લઇ જવો' તે છે.

આ સંસ્‍કારથી ત્રણે વર્ણોને વેદજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મળતો. આ સંસ્‍કાર વડે મનુષ્‍યના જ્ઞાન અને ચારીત્ર્યનો પાયો નંખાય છે અને મનુષ્‍ય નવું જીવન પામે છે. ઉપનયન એ પ્રાચીન કાલમાં વિદ્યાર્થીજીવનના આરંભમાં થનાર એક સજીવ સંસ્‍કાર હતો. પુરૂષાર્થની સાધનામાં આ સંસ્‍કાર પ્રથમ સોપાન સમાન હતો. આ સંસ્‍કાર પછી વિદ્યારંભ કરી, આચાર્ય કુલવાસી બનતો અને ધર્મનું સ્‍વરૂપ સમજવાનો પ્રયાસ કરતો, સ્‍વચ્‍છતા અને સદાચારની દીક્ષા આ સંસ્‍કાર પછી શરૂ થાય છે. એના દ્વારા વ્‍યકિતના સક્રિય સામાજીક જીવનનો પ્રારંભ થાય છે. ઉપનયનથી શરૂ થતું શિક્ષણ એને સામાજીક કર્તવ્‍યોનો બોજ ઉઠાવવા તથા ધર્મપ્રધાન અર્થ તથા કામની સાધના માટે સજાગ બનાવે છે. આ સંસ્‍કાર પછી જ વ્‍યકિત ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્‍નાન તથા શરીરની શુદ્ઘતા અને વિવેકપૂર્ણ આહાર આવશ્‍યક છે. આથી એક રીતે આ સંસ્‍કાર આત્‍માનુશાસન અને ઇન્દ્રિયનિગ્રહનો પ્રારંભ છે. આ સંસ્‍કારથી વ્‍યકિત બ્રહ્મચર્યજીવન વ્‍યતીત કરી ધર્મનું વાસ્‍તવીક સ્‍વરૂપ સમજી વૈયકિતક તથા સામાજીક આવશ્‍યકતાઓ તથા કર્તવ્‍યો પ્રત્‍યે સભાન બને છે.

આજકાલ તો ઘણા માત્ર સામાજીક રૂઢિના પાલન માટે જ આ સંસ્‍કાર કરાવે છે. એમાં અગાઉ ચારેક દિવસ ધાર્મિક સામાજીક પ્રસંગ ઊજવાતો. હવે આ ક્રિયા ટુંકમાં એક જ દિવસમાં પતાવવામાં આવે છે. કેટલાંક તો એને વિવાહ સંસ્‍કારની પૂર્વ સંધ્‍યાએ જ યોજી દે છે. રૂઢિપાલન માટે માતા પિતા આ સંસ્‍કાર અંગે અલગ ખર્ચ કરે છે. પરંતુ યજ્ઞોપવીત સંસ્‍કાર પ્રાપ્‍ત કરનાર છોકરા હવે ભાગ્‍યે જ એ પછી યજ્ઞોપવીત જાળવે છે.

શ્રાવણ માસમાં રક્ષા બંધનના દિવસે શ્રવણ નક્ષત્રમાં બ્રાહ્મણો યજ્ઞોપવિત્રી બદલે છે. યજ્ઞોપવિત્રી શબ્દ ને પ્રાદેશિક ભાષામાં યજ્ઞોપવીત તરીકે પણ બોલવામાં આવે છે. યજ્ઞોપવિત્રીનો અર્થ - જે બીજા માટે કર્મ કરી પોતાના જ્ઞાનની શક્તિ વડે ત્યાગ અર્પણ કરી બીજાને જ્ઞાન સ્વરૃપ કર્મ કરી ત્યાગ અને બલીદાન આપે તેમને યજ્ઞોપવિત્રી કહે છે.

યજ્ઞોપવિત્રીમાં ૩ તાર ના ધાગા હોય છે. તે દરેક તારમાં ત્રણ ત્રણ ધાગા હોય છે.
(૧) પ્રણવ, (૨) અગ્નિ, (૩) સર્પ,
(૪) સોમ -ચંદ્ર સ્વરૃપની શીતલતા, (૫) પિતૃ, (૬) પ્રજાપતિ,
(૭) અનીલ (વાયુ), (૮) યમ, (૯) વિશ્વદેવા
જે બ્રહ્મગાંઠ હોય છે તે બ્રહમા , વિષ્ણુ, મહેશની હોય છે.

રક્ષાબંધનને બ્રાહ્મણો બળેવ કહે છે. કારણ કે તે દિવસે જનોઈ બદલાવા સમયે સર્વે દેવનું આહવાન આપી અને બલ-શક્તિ માગે છે. વેદની અંદર સાત લોકનું વર્ણન છે. તે વેદની માતા તરીકે સપ્તઋષીએ ગાયત્રી મંત્ર આપ્યો જે બ્રાહ્મણ જનોઈ ધારણ કરે ત્યારે દીક્ષાની અંદર ગુરુ મંત્ર તરીકે આપે છે. ગાયત્રી મંત્ર ચાર વેદની માતા ગણાય છે. આથી બ્રાહ્મણ જ્યારે બહારનું કર્મ કરે ત્યારે તે કર્મને બલ દેવા માટે ગાયત્રી મંત્ર જપે છે અને ગાયત્રી મંત્ર ની ગુરુદિક્ષા આપે છે.  આથી જ બ્રાહ્મણો જે કર્મ કરાવે તેને બળ આપવા સ્વરૃપે ગુરૃમંત્ર રૃપે ગાયત્રી જપે છે અને બ્રહ્મ પ્રાપ્તિ થાય, તે સ્વરૃપે બ્રહ્મ સિદ્ધ થાય અને કર્મ દોષ લાગે નહીં તથા સામેની વ્યક્તિને કર્મનું ફળ મળે છે.

ગાયત્રી મંત્રનો અર્થ નીચે મુજબ છે :

(૧) ઁ બધા જ પરમાત્મા બ્રહ્મ-વિષ્ણુ-મહેશનું પ્રતિનિધિ આથી વેદની કલ્પાના મુજબ બ્રહ્મ પ્રાપ્તિ અને બ્રહ્મ મહિમા વર્ણ છે જે સગુણ સ્વરૃપે ઈશ્વર પ્રાપ્તિ જે ઁ ઈશ્વર લક્ષ્ય છે.

(૨) ભૂઃ પૃથ્વી શ્લોકની સાર વસ્તુ ઈચ્છા જાણવાનું તપ પૃથ્વી ઉપર અગ્નિદેવતા ઋગ્વેદ સ્વરૃપ સત્ય વસ્તુ આત્મ સ્વરૃપ.

(૩) ભૂવઃ અન્તરીક્ષનો સાર રૃપ વાયુ દેવતા જે યર્જુવેદની સાક્ષી છે જે શરીરમાં ચિત સ્વરૃપ શક્તિ.

(૪) સ્વઃ સ્વર્ગલોકમાં આદિત્ય દેવતાં સામે વેદ સ્વરૃપ આનંદ સ્વરૃપ સ્વનો અહેસાસ કરાવે સામવેદ સ્વરૃપ.

(૫) તતઃ તત, તત્વમસિ, હૂ ને સ્વરૃપ છે તે જ સ્વરૃપે અન્યને જોવ પર બ્રહ્મનું વર્ણન તતઃ શબ્દથી છે.

(૬) સવિતુઃ આ બ્રહ્મ બોધક છે. સૂર્ય સ્વરૃપ છે. કારણ કે યજ્ઞા, દાન, તપ, ફળ વગેરે પરમાત્માનો લક્ષ્યાંક કરે જે પ્રાણ વગેરે આપે છે. જીવનમાં ચેતનાનાં પ્રકાશ સ્વરૃપ.

(૭) વરેણ્યમઃ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાાન છે તે માટે વપરાય છે.

(૮) ભર્ગઃ પરમ જ્યોતિ સ્વરૃપ છે. સર્વજ્ઞાાન સ્વરૃપ અવિદ્યા નાશ કારણ.

(૯) દેવસ્વઃ નિર્ગુણ બ્રહ્મ સ્વરૃપ તત્વને આત્મ ગ્રહણ કરે સ્વયમ જ્યોતિ સ્વરૃપ.

(૧૦) ધીમહીઃ આત્માની ચિત વૃદ્ધિ તે જ કરવા ધ્યાન કરી જે બુદ્ધિ સ્વરૃપ મેળવવા.

(૧૧) ધિયો યો નઃ  અંતરિક્ષમાં અંતરયામી બ્રહ્મ સ્વરૃપ પ્રત્યેક આત્મા સૂર્ય છે. જે અમારી બુદ્ધિ શુભ કર્મ પ્રવૃત કરે આવી બુદ્ધિ આપનાર બ્રહ્મ સ્વરૃપ પરમાત્મા પ્રવૃત કરે છે.

(૧૨) પ્રચોદયાત્ : જગતનાં જે દ્રશ્ય આજ પ્રેરણા મેળવી અને પવિત્ર કરે છે તે ચિદાનંદ સ્વરૃપ બ્રહ્મ જે વિશ્વનર કહે છે.

No comments: