22 August, 2009

ગણેશ ચતુર્થી


ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. આ દિવસે વ્રત રાખીને ગણેશજીની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે. આ વ્રત કરવાથી દરેક સંકટ દૂર થાય છે. આ વ્રત સ્ત્રી, પુરુષ, વિધાર્થી દરેક માટે લાભદાયી છે.

ગણેશ ચતુર્થી વ્રતની એક પૌરાણિક કથા છે...
ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જયારે શિવે સમગ્ર વૃતાંત કહી સંભળાવ્યો તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે તેને જીવતો કરો. ભગવાન શંકર દ્વિધામાં પડી ગયા. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બરચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. સિદ્ધિવિનાયક ગણપતિ સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂર્ણ કરે છે. આપ પણ આ પવિત્ર દિવસોમાં યથા શક્તિ ગણેશજીનું પૂજન કરશો.

ભાદરવા સુદ-૪થી ૧૪ સુધી (ગણેશ ચતુર્થીથી અનંદ ચૌદશ સુધી) ભગવાન ગણપતિનું વિધિવત્ (
પુષ્પો તેમ જ દુર્વાથી) પૂજન કરવું. સંકટોના નિવારણ માટે નારદપુરાણમાં 'સંકટનાશન ગણેશ સ્તોત્રમ્'નો પાઠ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે અને સંકટોનો નાશ થાય છે. સવારે નીચે જણાવેલ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ કરવો.
(૧) ગં ।
(૨) ગ્લં ।
(૩) ગ્લૌં ।
(૪) શ્રી ગણેશાય નમ: ।
(૫) ઓમ વરદાય નમ: ।
(૬) ઓમ સુમંગલાય નમ: ।
(૭) ઓમ ચિંતામણયે નમ: ।
(૮) ઓમ વક્રતુંડાય હુમ્ ।
(૯) ઓમ નમો ભગવતે ગજાનનાય ।
(૧૧) ઓમ ગં ગણપતયે નમ: ।
(૧૨) ઓમઓમ શ્રી ગણેશાય નમ: ।

ગણેશજી આપની સર્વ મનોકામના પૂર્ણ કરે.

21 August, 2009

કેવડાત્રીજનું વ્રત

ભાદરવા માસમાં સ્વાતીયુક્ત નક્ષત્ર અને શુક્લ (સુદ) પક્ષની ત્રીજ હોય ત્યારે સ્ત્રીઓ કેવડાત્રીજનું વ્રત કરે છે. આ દિવસે સ્ત્રીઓ શિવ અને પાર્વતીની વિશેષ રૂપે પાર્થિવ (માટીમાં થી બનાવેલ શિવલિંગની) પૂજા કરે છે. સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ કરે છે અને શિવ-પાર્વતીની પૂજા-આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. મહત્વ ની બાબત એ છે કે, મહાદેવને પૂજામાં ક્યારેય 'કેવડો' અર્પણ કરવામાં આવતો નથી, પરંતુ ફક્ત કેવડાત્રીજના દિવસે 'કેવડો' અર્પણ કરવામાં આવે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરે છે.

કેવડાત્રીજના વ્રતની એક પૌરાણિક કથા છે...

એક વખતે ભગવાન શીવ અને પાર્વતી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે વાત વાતમાં પાર્વતીએ પુછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યાં પછી જ્યારે મે ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મે કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ?


ત્યારે ભોલાનાથે કહ્યું- હે દેવી ! બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારૂ રટણ કરતાં હતાં. એક વખતે નારદમુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખુબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખુબ જ ખુશ થયાં હતાં. પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણું ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખુબ જ ગુસ્સે થયાં હતાં.

તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યાં હતાં ત્યારે તમે મનોમન ખુબ જ મુંઝાયા અને તે મુંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યાં ગયાં હતાં. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યાં હતાં. તમારૂ રોમે રોમ મારૂ રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારૂ શીવલીંગ બનાવી દીધું હતું અને ત્યાર બાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખુબ જ ભાવ પૂર્વક ચડાવ્યાં હતાં. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કાંઇ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો. પાણી પણ પીધું નહોતુ. આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખુબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હુ તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે તમે કહ્યું હતું કે-

હે ભોળાનાથ! જો મે ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારૂ જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો. અને મે તમને તથાસ્તું કહી દિધું હતું.

તમે આખી રાત જાગવાને કારણે અને ભુખને કારણે ખુબ જ થાક્યા હોવાથી સુઈ ગયાં હતાં. જ્યારે તમારા પિતા તમને શોધતાં શોધાતાં તમારી પાસે આવ્યાં ત્યારે તમને જંગલમાં સુતા જોઈને તેઓ ખુશ થયાં હતાં. અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દિધું હતું કે તમે શુધ્ધ મનથી મને વરી ચુક્યાં છો.

હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પુજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયાં હતાં અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યાં હતાં. હે દેવી આમ તો મારી પુજા બિલિપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઇ ભુખ્યાં પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી પુજા કરશે તેના બધા જ મનોરથ પુર્ણ થશે.

13 August, 2009

Symptoms of Swine Flu

The symptoms of the H1N1 flu virus in people are similar to the symptoms of seasonal flu and include fever, cough, sore throat, runny or stuffy nose, body aches, headache, chills and fatigue. A significant number of people who have been infected with novel H1N1 flu virus also have reported diarrhea and vomiting. The high risk groups for novel H1N1 flu are not known at this time, but it's possible that they may be the same as for seasonal influenza.

If you become ill and experience any of the following warning signs, seek emergency medical care.


Emergency Warning Signs :

In children, emergency warning signs that need urgent medical attention include:

1.Fast breathing or trouble breathing
2.Bluish or gray skin color
3.Not drinking enough fluids
4.Severe or persistent vomiting
5.Not waking up or not interacting
6.Being so irritable that the child does not want to be held
7.Flu-like symptoms improve but then return with fever and worse cough

In adults, emergency warning signs that need urgent medical attention include:

1.Difficulty breathing or shortness of breath
2.Pain or pressure in the chest or abdomen
3.Sudden dizziness
4.Confusion
5.Severe or persistent vomiting
6.Flu-like symptoms improve but then return with fever and worse cough

10 August, 2009

નાગપંચમીનું મહત્વ

સમગ્ર વિશ્વમાં ફક્ત ભારત જ એવો દેશ છે જ્યાં સર્વ પ્રાણીઓ, પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટીના કલ્યાણ માટે પ્રાર્થનાઓ થાય છે. હિંદુ ધર્મના તહેવારોની આ એક વિશેષતા છે. સર્વનું કલ્યાણ થાય - તે જ ધર્મ નો સાચો અર્થ છે. ભારત એ દેશ છે જ્યાં નાગ ને પણ ભગવાન તરીકે ગણવામાં આવે છે. પ્રાણીઓ પ્રત્યેનો અતુટ પ્રેમ - શ્રદ્ધા ફક્ત હિંદુ ધર્મ માં જ જોવા મળે. નાગ પંચમી નો તહેવાર આ શ્રદ્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપોને દૂધ પીવડાવવામાં આવે છે.

કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે.

નાગપંચમીના દિવસે શું કરશો ?
સૌભાગ્યવતી સ્ત્રીઓએ ઘરમાં પાણીયારાની પાસે કંકુથી સર્પનું ચિત્ર દોરવું અને યથા શક્તિ પૂજન કરવું.  પૂજનમાં કુલેરનો લાડુ, મગ, બાજરી, મઠ અને દૂધ પ્રસાદ તરીકે આર્પણ કરવું. નાગ દેવતા પાસે કુટુંબના સભ્યોના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરવી. પૂજન થયા બાદ ઘરના તમામ સભ્યોએ નાગદેવતાના દર્શન કરવા અને પ્રસાદ લેવો.

ભગવાન શંકર અને નાગ દેવતાની કૃપા આપના કુટુંબ પર હંમેશા રહે તેવી શુભકામના...

08 August, 2009

બીલીપત્રનું મહત્વ

બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ.

બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે:
એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે.
 
જયાએ કહ્યું "દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે..." અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ "બિલ્વ" રાખ્યું. બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે.

બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે "શ્રીવૃક્ષ" તરીકે ઓળખાયું છે.
 
બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે.
 
મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
 
બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે.

- બીલી પત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે.
- બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી.
- બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે.
- આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે.
- આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે.
- ફળમાં કાત્યાયનીનો વાસ છે.
- આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે.
- આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે.
- બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે.
- આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.

04 August, 2009

રક્ષાબંધન - સ્નેહ અને સંસ્કારનું પર્વ

પૌરાણિક કથા મુજબ બલિરાજા ધર્મનિષ્ઠ અને દાનવીર હતા. તેમણે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુ વામનનું રૂપ ધારણ કરીને હાજર થયા. બલિરાજાએ પોતાના યજ્ઞમંડપમાં આવેલા વામનનું સ્વાગત કર્યું અને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી.

ભગવાન વિષ્ણુએ (વામને) ત્રણ પગલા જમીનની દાન સ્વરૂપે માંગણી કરી. બલિરાજાએ
ત્રણ પગલાં દાન આપવાનું સ્વીકાર્યું. વામન સ્વરૃપે આવેલા વિષ્ણુએ એક પગલામાં સમગ્ર પૃથ્વીને, બીજા પગલામાં સ્વર્ગને આવરી લીધું. આ પછી ત્રીજું પગલું ક્યાં મૂકવું એ અંગે બલિરાજાને પૂછ્યું તો તેમણે પોતાનું મસ્તક નમાવ્યું. ભગવાન વિષ્ણુ તેમનો પગ બલિરાજાના માથા ઉપર મૂકે છે અને તે પાતાળમાં પહોંચી જાય છે. લક્ષ્મીને વિષ્ણુનું આ (કપટ) ગમ્યું ન હતું તેથી તેનું રક્ષણ કરવા માટે જમણા હાથે રક્ષાબંધન કરે છે. પાતાળમાં પહોંચેલા બલિરાજાનું રક્ષણ થાય છે અને ભગવાન વિષ્ણુ તેના માથા ઉપરથી પોતાનું પગલુ હટાવી લે છે. બલિરાજાની ઉદારતાથી પ્રસન્ન થયેલા વિષ્ણુ બલિરાજાને વરદાન આપે છે.

બીજી એક પૌરાણિક કથા મુજબ, દેવ અને દાનવો વચ્ચે બાર વર્ષ યુદ્ધ ચાલેલું. દાનવોએ બધા દેવોને ઇન્દ્ર સહિત જીતી લીધાં. ઈન્દ્રે દેવોના ગુરુ બૃહસ્પતિને જણાવ્યું કે, હું યુધ્ધ કરવા ઇચ્છું છું. બૃહસ્પતિ અને ઈન્દ્ર વચ્ચે આ સંવાદ ચાલતો હતો ત્યારે ઇન્દ્રાણી આવ્યા અને બોલ્યાં હે, દેવ આજે ચૌદશ છે અને આવતીકાલે પૂર્ણિમા થશે. હું આપના હાથે રક્ષાબંધન કરીશ ને આપ અજેય બની જશો. અને તે રક્ષાસુત્ર ધારણ કર્યાં પછી ઇન્દ્ર યુદ્ધ જીતી ગયા હતા.

દર વર્ષે શ્રાવણી પૂર્ણિમાના દિવસને રક્ષા બંધન તરીકે મનાવવામાં આવે છે. પહેલાના જમાનામા બહેનો પ્રેમ અને સ્નેહથી રેશમી વસ્ત્રની રક્ષા પોટલી (રાખડી) જાતે તૈયાર કરતા હતા. પરંતુ જમાનો બદલાયો અને આજે તો બજારમાં વિવિધ પ્રકાર ની રાખડીઓ તૈયાર મળે છે.

રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનું ભાઈ-બહેનના સ્નેહનું પર્વ છે. રક્ષાબંધનનો તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધી ભાવના અને ભક્તિથી તેનું દીર્ધાયુષ્ય ઇચ્છે છે.

03 August, 2009

યજ્ઞોપવીત પરિવર્તન મુર્હુત

આ વર્ષે શ્રાવણ માસ માં પૂનમની વૃદ્ધિ તિથી હોવાથી રક્ષાબંધન અને યજ્ઞોપવીત પરિવર્તનના મુર્હુત અંગે યોગ્ય વિચાર કરવો જરૂરી બન્યો છે. ગુજરાતના મોટાભાગના પંચાંગ અને કેલેન્ડરમાં તા. ૫ ના રોજ યજ્ઞોપવીત પરિવર્તનનું મુર્હુત આપેલ છે, પરંતુ તે મુર્હુત બપોર પછીનું હોવાથી યજ્ઞોપવીત પરિવર્તન માટે યોગ્ય ના ગણાય.

જ્યોતિષ અને ધર્મ શાસ્ત્ર મુજબ જોઈએ તો શ્રાવણ માસમાં પૂનમ ના દિવસે રક્ષાબંધનનો તહેવાર ગણવામાં આવે છે અને શ્રવણ નક્ષત્ર હોય ત્યારે બ્રાહ્મણો યજ્ઞોપવીત બદલે છે. જે મુજબ આ વર્ષે શ્રાવણ માસમાં પ્રથમ પૂનમ - તા. ૫ (August) નાં રોજ બપોર પછી શ્રવણ નક્ષત્ર છે, જેથી સાંજે ૫:૧૫ પછી રક્ષાબંધનનો તહેવાર ગણાશે. બીજા દિવસે (પૂનમ) તા. ૬ (August) ના રોજ છાયા ગ્રહણ પછી સવારે ૭:૪૭ પછી યજ્ઞોપવીત પરિવર્તન કરવું વધુ યોગ્ય ગણાશે.

01 August, 2009

યજ્ઞોપવીતનું મહત્વ


હિંદુઓના શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે.

ઉપનયન એ બ્રાહ્મણોના જીવનનો એક મહત્‍વપૂર્ણ સંસ્‍કાર છે. આ સંસ્‍કારથી જ દ્વિજત્‍વના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્‍વ પ્રાપ્‍ત થાય છે. 'ઉપનયન' શબ્‍દ સંસ્‍કૃત ધાતુ उ+पनी નજીક લઇ જવું, દોરી જવું પરથી બન્‍યો છે. એનો શાબ્દિક અર્થ 'વિદ્યાર્થીને એના ગુરુ પાસે એના શિક્ષણ માટે લઇ જવો' તે છે.

આ સંસ્‍કારથી ત્રણે વર્ણોને વેદજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મળતો. આ સંસ્‍કાર વડે મનુષ્‍યના જ્ઞાન અને ચારીત્ર્યનો પાયો નંખાય છે અને મનુષ્‍ય નવું જીવન પામે છે. ઉપનયન એ પ્રાચીન કાલમાં વિદ્યાર્થીજીવનના આરંભમાં થનાર એક સજીવ સંસ્‍કાર હતો. પુરૂષાર્થની સાધનામાં આ સંસ્‍કાર પ્રથમ સોપાન સમાન હતો. આ સંસ્‍કાર પછી વિદ્યારંભ કરી, આચાર્ય કુલવાસી બનતો અને ધર્મનું સ્‍વરૂપ સમજવાનો પ્રયાસ કરતો, સ્‍વચ્‍છતા અને સદાચારની દીક્ષા આ સંસ્‍કાર પછી શરૂ થાય છે. એના દ્વારા વ્‍યકિતના સક્રિય સામાજીક જીવનનો પ્રારંભ થાય છે. ઉપનયનથી શરૂ થતું શિક્ષણ એને સામાજીક કર્તવ્‍યોનો બોજ ઉઠાવવા તથા ધર્મપ્રધાન અર્થ તથા કામની સાધના માટે સજાગ બનાવે છે. આ સંસ્‍કાર પછી જ વ્‍યકિત ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્‍નાન તથા શરીરની શુદ્ઘતા અને વિવેકપૂર્ણ આહાર આવશ્‍યક છે. આથી એક રીતે આ સંસ્‍કાર આત્‍માનુશાસન અને ઇન્દ્રિયનિગ્રહનો પ્રારંભ છે. આ સંસ્‍કારથી વ્‍યકિત બ્રહ્મચર્યજીવન વ્‍યતીત કરી ધર્મનું વાસ્‍તવીક સ્‍વરૂપ સમજી વૈયકિતક તથા સામાજીક આવશ્‍યકતાઓ તથા કર્તવ્‍યો પ્રત્‍યે સભાન બને છે.

આજકાલ તો ઘણા માત્ર સામાજીક રૂઢિના પાલન માટે જ આ સંસ્‍કાર કરાવે છે. એમાં અગાઉ ચારેક દિવસ ધાર્મિક સામાજીક પ્રસંગ ઊજવાતો. હવે આ ક્રિયા ટુંકમાં એક જ દિવસમાં પતાવવામાં આવે છે. કેટલાંક તો એને વિવાહ સંસ્‍કારની પૂર્વ સંધ્‍યાએ જ યોજી દે છે. રૂઢિપાલન માટે માતા પિતા આ સંસ્‍કાર અંગે અલગ ખર્ચ કરે છે. પરંતુ યજ્ઞોપવીત સંસ્‍કાર પ્રાપ્‍ત કરનાર છોકરા હવે ભાગ્‍યે જ એ પછી યજ્ઞોપવીત જાળવે છે.

શ્રાવણ માસમાં રક્ષા બંધનના દિવસે શ્રવણ નક્ષત્રમાં બ્રાહ્મણો યજ્ઞોપવિત્રી બદલે છે. યજ્ઞોપવિત્રી શબ્દ ને પ્રાદેશિક ભાષામાં યજ્ઞોપવીત તરીકે પણ બોલવામાં આવે છે. યજ્ઞોપવિત્રીનો અર્થ - જે બીજા માટે કર્મ કરી પોતાના જ્ઞાનની શક્તિ વડે ત્યાગ અર્પણ કરી બીજાને જ્ઞાન સ્વરૃપ કર્મ કરી ત્યાગ અને બલીદાન આપે તેમને યજ્ઞોપવિત્રી કહે છે.

યજ્ઞોપવિત્રીમાં ૩ તાર ના ધાગા હોય છે. તે દરેક તારમાં ત્રણ ત્રણ ધાગા હોય છે.
(૧) પ્રણવ, (૨) અગ્નિ, (૩) સર્પ,
(૪) સોમ -ચંદ્ર સ્વરૃપની શીતલતા, (૫) પિતૃ, (૬) પ્રજાપતિ,
(૭) અનીલ (વાયુ), (૮) યમ, (૯) વિશ્વદેવા
જે બ્રહ્મગાંઠ હોય છે તે બ્રહમા , વિષ્ણુ, મહેશની હોય છે.

રક્ષાબંધનને બ્રાહ્મણો બળેવ કહે છે. કારણ કે તે દિવસે જનોઈ બદલાવા સમયે સર્વે દેવનું આહવાન આપી અને બલ-શક્તિ માગે છે. વેદની અંદર સાત લોકનું વર્ણન છે. તે વેદની માતા તરીકે સપ્તઋષીએ ગાયત્રી મંત્ર આપ્યો જે બ્રાહ્મણ જનોઈ ધારણ કરે ત્યારે દીક્ષાની અંદર ગુરુ મંત્ર તરીકે આપે છે. ગાયત્રી મંત્ર ચાર વેદની માતા ગણાય છે. આથી બ્રાહ્મણ જ્યારે બહારનું કર્મ કરે ત્યારે તે કર્મને બલ દેવા માટે ગાયત્રી મંત્ર જપે છે અને ગાયત્રી મંત્ર ની ગુરુદિક્ષા આપે છે.  આથી જ બ્રાહ્મણો જે કર્મ કરાવે તેને બળ આપવા સ્વરૃપે ગુરૃમંત્ર રૃપે ગાયત્રી જપે છે અને બ્રહ્મ પ્રાપ્તિ થાય, તે સ્વરૃપે બ્રહ્મ સિદ્ધ થાય અને કર્મ દોષ લાગે નહીં તથા સામેની વ્યક્તિને કર્મનું ફળ મળે છે.

ગાયત્રી મંત્રનો અર્થ નીચે મુજબ છે :

(૧) ઁ બધા જ પરમાત્મા બ્રહ્મ-વિષ્ણુ-મહેશનું પ્રતિનિધિ આથી વેદની કલ્પાના મુજબ બ્રહ્મ પ્રાપ્તિ અને બ્રહ્મ મહિમા વર્ણ છે જે સગુણ સ્વરૃપે ઈશ્વર પ્રાપ્તિ જે ઁ ઈશ્વર લક્ષ્ય છે.

(૨) ભૂઃ પૃથ્વી શ્લોકની સાર વસ્તુ ઈચ્છા જાણવાનું તપ પૃથ્વી ઉપર અગ્નિદેવતા ઋગ્વેદ સ્વરૃપ સત્ય વસ્તુ આત્મ સ્વરૃપ.

(૩) ભૂવઃ અન્તરીક્ષનો સાર રૃપ વાયુ દેવતા જે યર્જુવેદની સાક્ષી છે જે શરીરમાં ચિત સ્વરૃપ શક્તિ.

(૪) સ્વઃ સ્વર્ગલોકમાં આદિત્ય દેવતાં સામે વેદ સ્વરૃપ આનંદ સ્વરૃપ સ્વનો અહેસાસ કરાવે સામવેદ સ્વરૃપ.

(૫) તતઃ તત, તત્વમસિ, હૂ ને સ્વરૃપ છે તે જ સ્વરૃપે અન્યને જોવ પર બ્રહ્મનું વર્ણન તતઃ શબ્દથી છે.

(૬) સવિતુઃ આ બ્રહ્મ બોધક છે. સૂર્ય સ્વરૃપ છે. કારણ કે યજ્ઞા, દાન, તપ, ફળ વગેરે પરમાત્માનો લક્ષ્યાંક કરે જે પ્રાણ વગેરે આપે છે. જીવનમાં ચેતનાનાં પ્રકાશ સ્વરૃપ.

(૭) વરેણ્યમઃ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાાન છે તે માટે વપરાય છે.

(૮) ભર્ગઃ પરમ જ્યોતિ સ્વરૃપ છે. સર્વજ્ઞાાન સ્વરૃપ અવિદ્યા નાશ કારણ.

(૯) દેવસ્વઃ નિર્ગુણ બ્રહ્મ સ્વરૃપ તત્વને આત્મ ગ્રહણ કરે સ્વયમ જ્યોતિ સ્વરૃપ.

(૧૦) ધીમહીઃ આત્માની ચિત વૃદ્ધિ તે જ કરવા ધ્યાન કરી જે બુદ્ધિ સ્વરૃપ મેળવવા.

(૧૧) ધિયો યો નઃ  અંતરિક્ષમાં અંતરયામી બ્રહ્મ સ્વરૃપ પ્રત્યેક આત્મા સૂર્ય છે. જે અમારી બુદ્ધિ શુભ કર્મ પ્રવૃત કરે આવી બુદ્ધિ આપનાર બ્રહ્મ સ્વરૃપ પરમાત્મા પ્રવૃત કરે છે.

(૧૨) પ્રચોદયાત્ : જગતનાં જે દ્રશ્ય આજ પ્રેરણા મેળવી અને પવિત્ર કરે છે તે ચિદાનંદ સ્વરૃપ બ્રહ્મ જે વિશ્વનર કહે છે.