Apr 14, 2009

આર્ટ ઓફ લીવિંગનો મંત્રનાદ કાર્યક્રમ

સુરતમાં આર્ટ ઓફ લીવિંગ, શ્રી શ્રી રવિશંકર પ્રેરિત મંત્રનાદ કાર્યક્રમ હેઠળ નાના વરાછા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંદાજે ૫૦ હજારની મેદની ઉમટી પડી હતી. મંત્રનાદના મુખ્ય વક્તા મહેશગિરિએ મેદનીમાં જણાવ્યું હતું કે, સંગગચ્છત્તમ લઇને અમે આવ્યા છીએ. ૨૬-૧૧- મુંબઇ આતંકવાદ બોમ્બ બ્લાસ્ટ પછી સમગ્ર  જનના મનમાં એક ડર પેસી ગયો છે. કોઇ પણ પક્ષ- આપણી સરકાર કોઇ પગલા લેતી નથી તો આવી સામાન્ય જનતાનો આર્તનાદ અવાજ સાંભળી અમે સમગ્ર દેશમાં આ મંત્રનાદનો કાર્યક્રમ કરી રહ્યા છે. આના પહેલા દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં થઇ ચૂક્યો છે અને સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ દરેક જગ્યાએ થઇ રહ્યા છે. આના માટે અમારા આર્ટ ઓફ લીવિંગના દરેક ટીચર્સ, સ્વયંસેવકો યુવાચાર્ય લોકોમાં જન જાગૃતિ લાવવાના આ અભિયાનમાં જોડાઇને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. સામાન્ય રીતે એકબીજાની સામે આંગળી ચીંધવા કરતા એકબીજાની આંગળી પકડીને સાથે ચાલીએ અને હવે દરેક જનતાએ સ્વયં જાગૃતિ લાવવી જ પડશે. ભારતના પ્રશ્નોનું નિરાકરણ આધ્યાત્મ ગુરુઓ દ્વારા થાય તેવી પણ જનતાને અપીલ કરવા આવ્યા છીએ. ભૂતકાળમાં ભગવાનશ્રી રામના ગુરુ વશિષ્ટ અને ભગવાનશ્રી કૃષ્ણએ અર્જુનના ઉપર હાથ રાખ્યો હતો. જેથી સાથે સાથે આપણા દેશના સાધુ-સંત મહાત્માને બદનામ ન થાય તેવી પણ અપીલ કરીએ છીએ.

  • મંત્રનાદના પ્રવક્તા મહેશગિરિજીએ જે સરકાર ધર્મને લઇને ચાલે તેને ચૂંટવાની અપીલ કરી

હવે આપણે આપણા ધર્મ, જાતિ, ન્યાત દરેક વસ્તુ ભૂલી જઇને બસ એક જ વસ્તુ યાદ રાખીએ કે આપણે સાથે ચાલીએ. જે રાજકીય પક્ષ- સરકાર ધર્મ અધ્યાત્મને સાથે રાખીને ચાલે એમને ચૂંટીએ. 

હજ્જારો લોકો પાસે પ્રતિજ્ઞાા લેવડાવાઈ...

  • હું ભ્રષ્ટ્રાચારને સમર્થન નહીં કરું.
  • હું આતંકવાદને સહન નહીં કરું અને સમર્થન પણ નહીં આપું.
  • હું કન્યા ભ્રુણહત્યાનું સમર્થન નહીં કરું.
  • હું મારા દેશને મજબુત બનાવવા ક્યારેય વ્યસન નહીં કરું.
  • હું મારા ઘરની આસપાસના વિસ્તારને તથા શહેરને સ્વચ્છ રાખીશ.
  • હું મારા શહેરના ટ્રાફિક નિમયોનું પાલન કરીશ,  હું જળસંચય તથા પર્યાવરણની સુરક્ષા કરીશ, હું મતદાન અવશ્ય કરીશ.

0 comments:

Post a Comment