16 January, 2012

વાસ્તુદોષને દૂર કરનારાં ફેંગશૂઈ ઉપકરણો


12પાકુઆ : મુખ્ય દ્વારની સામે કોઈ પણ પ્રકારના દ્વાર પર વેધ યા અશુભ પ્રભાવ પડતો હોય તો તેને દ્વારની ઉપર બહારની બાજુએ લગાવવામાં આવે છે. જેનાથી નકારાત્મક ઊર્જા અંદર પ્રવેશતી નથી.
ક્રિસ્ટલ બોલ : ક્રિસ્ટલ ઊર્જાવર્ધક હોય છે. પૂર્વ દિશામાં લગાવવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવાથી પરિવારમાં પરસ્પરનો પ્રેમ વધે છે. પશ્ચિમમાં લગાવવાથી સંતાન સુખ અને દક્ષિણ-પશ્ચિમમાં લગાવવાથી દામ્પત્યના સંબંધોમાં સુધારો થાય છે.
બાગુઆ : આ સાધનને શયનકક્ષના મુખ્ય દ્વાર પર બહારની બાજુએ લગાવવું જોઈએ. કાર્યાલયના દ્વાર પર પણ લગાવી શકાય છે. તેને લગાવવાથી નકારાત્મક ઊર્જા ભવન અને કક્ષમાં આવતી નથી.
વિન્ડ ચાઈમ : વિન્ડ ચાઈમ અર્થાત્ હવાથી જેનામાં ઝંકાર થાય એવી 'પવન ઘંટી' ઘર અને વ્યાપારના વાતાવરણને મધુર બનાવે છે. વાસ્તુ અને ફેંગશૂઈનાં પાંચ તત્ત્વોને દર્શાવનારી પાંચ રોડની વિન્ડ ચાઈમ શુભ માનવામાં આવે છે. બ્રહ્મસ્થાન પર લગાવવાથી સ્વાસ્થ્ય લાભ અને ઉત્તર- પશ્ચિમમાં લગાવવાથી જીવનમાં નવો સુઅવસર પ્રાપ્ત થાય છે.
લાફિંગ બુદ્ધા : હસતા બુદ્ધની ર્મૂિત ધન-દોલતના દેવતાઓમાંની એક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સંપન્નતા, સફળતા અને સમૃદ્ધિ આવે છે. આ ર્મૂિત શયનકક્ષ તથા ભોજનકક્ષમાં રાખવી જોઈએ નહીં.
ત્રણ પગનો દેડકો : મોંઢામાં સિક્કા લીધેલ ત્રણ પગનો દેડકો પણ એવી રીતે લગાવવો જોઈએ કે જેનાથી તે ધન લઈને ઘરની અંદર આવી રહ્યો હોય. તેને રસોડામાં કે શૌચાલયમાં કદાપિ રાખવો જોઈએ નહીં.
ધાતુનો કાચબો : આ આયુષ્યને વધારનારો અને ધન-સમૃદ્ધિ આપનારો છે. તેને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવ્યો છે.
લવ બર્ડ્સ : પતિ-પત્નીના પરસ્પર સંબંધોને મધુર બનાવવા માટે તેને શયનકક્ષમાં લગાવવો જોઈએ.
મેનડેરિયન ડક : કુંવારા છોકરા કે છોકરીનાં લગ્નને માટે મેનડેરિયમ ડકનું જોડું તે છોકરા કે છોકરીના ઓરડામાં દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લગાવવું જોઈએ. આનાથી છોકરા-છોકરીનું લગ્ન જલદી થાય છે.
એજયુકેશન ટાવર : વિદ્યાર્થીઓને નજર સમક્ષ રાખીને ભણવાથી અભ્યાસમાં ધ્યાન એકચિત્ત થાય છે. ઈચ્છાશક્તિ અને તર્કશક્તિમાં વૃદ્ધિ થાય છે. વધુ અભ્યાસ માટેની પ્રેરણા મળે છે.
બેવડો ખુશી સંકેત : આ ચિહ્નને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવાથી ઘરમાં ખુશીઓની તકો વધે છે. વિવાહ યોગ્ય છોકરા-છોકરીઓનાં લગ્ન થઈ જાય છે.
મિસ્ટિક નોંટ સિમ્બલ : રહસ્યમય ગાંઠ અર્થાત્ જેના પ્રારંભનું કે અંતનું કોઇ ઠેકાણું નથી. આ ચિહ્નને ઘર અને ઓફિસની ઉત્તર દિશામાં લગાવવાથી ધન અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
એનીમલ સેટ : આને ડ્રોઈંગ રૃમની ચોફેરની દિશાઓમાં લગાવવામાં આવે છે. ડ્રેગન પૂર્વી દીવાલ પર, ટાઈગર પશ્ચિમી દીવાલ પર, ફિનિક્સ દક્ષિણી દીવાલ પર તથા કાચબો ઉત્તરની દીવાલ પર લગાવવામાં આવે છે. આને લગાવવાથી વ્યક્તિની બહુમુખી ઉન્નતિ થાય છે.
ભાગ્યશાળી સિક્કા : ત્રણ ભાગ્યશાળી ચીની સિક્કાઓ ઘરના મુખ્ય દ્વારની અંદરના હેન્ડલ પર બાંધવામાં આવે છે. આને લગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. પરિવારના સઘળા સભ્યો લાભાન્વિત થાય છે. તેને પાકીટમાં રાખવાથી ખિસ્સામાં ધનની વૃદ્ધિ થાય છે.
રત્નોનો છોડ : ઘરમાં સુખ, શાંતિ અને ધન વધારવા માટે તેને ઘરમાં લગાવવું જોઈએ. લીલા રંગનું વૃક્ષ ઉત્તર દિશામાં તથા મિશ્રિત રંગનું વૃક્ષ દક્ષિણ - પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ.
વાંસળી : બીમના પ્રભાવને ઓછો કરવા માટે વાંસળી પર લાલ રિબિન લપેટીને બીમ પર એવી રીતે લટકાવવી જોઈએ કે વાંસળીનું મોં નીચે તરફ રહે અને પરસ્પર ત્રિકોણ બનાવે.
સોનેરી માછલી : સોનેરી માછલી ધન- સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. તેને ઘરની ઉત્તર દિશામાં પૂર્વ તરફ મોં રાખીને લગાવવી જોઈએ.
ડ્રેગનના મોં વાળી બોટ : સંયુક્ત પરિવારને સુગ્રથિત રાખવા માટે તેને ઘરના દક્ષિણી - પશ્ચિમી ખૂણામાં રાખવી જોઈએ.
ક્રિસ્ટલ ગ્લોબ : ક્રિસ્ટલ ગ્લોબને ઘર કે વેપારના સ્થળ પર એવી રીતે રાખવું જોઈએ કે તે આપણી સામે રહે અને દિવસ દરમિયાન તેને ઓછામાં ઓછું ત્રણ વખત ફેરફુદરડી કરાવવી જોઈએ. તે કેરિયર, વ્યાપારની સફળતામાં સહાયકરૃપ સિદ્ધ થાય છે.
ગ્નડ-ફાનસ-'ચી' : ઘરમાં દક્ષિણ - પશ્ચિમ દિશા પૃથ્વી તત્ત્વથી સંબંધ ધરાવે છે. તે વિવાહ અને પરસ્પરના સંબંધો સાથે સંલગ્ન છે. દરરોજ સાંજે બે કલાક પ્રજ્વલિત કરીને રાખવાથી પરિવારના સભ્યોમાં મેળ-મેળાપ-સંપની ભાવના બળવત્તર થશે તથા અપરિણીત વ્યક્તિઓનાં લગ્ન થવાની શક્યતાઓ વધી જાય છે.
પવન ઘંટડી : આ મુખ્ય દરવાજાની પાસે લટકાવવામાં આવે છે. બેઠક તેમજ કાર્યાલયમાં લગાવવાથી તે સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેનો પવિત્ર ધ્વનિ નકારાત્મક ઊર્જાને ઓછી કરીને સકારાત્મક ઊર્જાને વધારે છે. મંત્રોના ધ્વનિ અને પવિત્ર ધૂનથી વાસ્તુદોષ નષ્ટ થઈને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પવન ઘંટડી દરેક ક્ષેત્રમાં લટકાવી શકાતી નથી. તેને લટકાવવાનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
ફિનિક્સ : ફેંગશૂઈ અનુસાર તે ઈચ્છા  પૂરી કરનાર ભાગ્યનું એક પ્રતીક છે. ભાગ્યને ક્રિયાશીલ કરવા માટે ફિનિક્સનો પ્રતીકના રૃપમાં તેના ચિત્ર યા પેઈન્ટિંગ દક્ષિણ ખૂણામાં લગાવવા જોઈએ.
ફૂક, લુક અને સાઉ : આ ક્રમશઃ સમૃદ્ધિ, ઉચ્ચ શ્રેણી અને દીર્ઘાયુના દેવતા છે. તેમની ઉપસ્થિતિ કેવળ પ્રતીકાત્મક હોય છે. તેમની પૂજા કરવામાં આવતી નથી. ઘરમાં તેમની ઉપસ્થિતિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ફૂક સમૃદ્ધિના દેવતા છે. તે બંને દેવતાઓમાં કદમાં ઊંચા છે. મોટે ભાગે તેમને વચમાં મૂકવામાં આવે છે. ફૂક, લુક, સાઉ આ ત્રણેય મળીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ઉપસ્થિતિ સમૃદ્ધિ, પ્રભુત્વ, સન્માન, દીર્ઘાયુ અને સ્વાસ્થ્યને સુનિશ્ચિત  કરે છે.
ડ્રેગન : ડ્રેગન ઉત્તમ 'યાંગ' ઊર્જાનું પ્રતીક છે. તેનો સંબંધ પૂર્વ દિશા સાથે જોડાયેલો છે. આ દિશાનું તત્ત્વ કાષ્ઠ છે માટે લાકડાનો નકશીવાળો ડ્રેગન સારો રહે છે. માટી અને સ્ફટિકમાંથી બનાવેલો ડ્રેગન પણ રાખી શકીએ છીએ. પરંતુ ધાતુનો કદાપિ રાખવો જોઈએ નહીં કેમ કે પૂર્વ દિશામાં ધાતુ કાષ્ઠને નષ્ટ કરી દે છે. ડ્રેગન યાંગ ઊર્જાનું પ્રતીક હોવાના કારણે રેસ્ટોરન્ટ, દુકાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે જ્યાં ઊર્જાની વધુ જરૃરિયાત હોય છે, વળી લોકોની આવન-જાવન જ્યાં વધુ હોય છે ત્યાં પણ પૂર્વ દિશામાં ચિત્ર રાખવું ખૂબ જ સારંુ રહે છે. તેને શયનકક્ષામાં લગાવવો જોઈએ નહીં  કેમ કે ત્યાં યાંગ ઊર્જાની જરૃરિયાત હોતી નથી.

No comments: