26 March, 2009

ચૈત્રી નવરાત્રી - દુર્ગાપૂજનનું મહત્ત્વ

ચૈત્ર મહિનો ચિત્રાંગ નક્ષત્ર ઉપરથી આવ્યો છે. જેમનો અર્થ પૃથ્વી ઉપરની કુદરતી પ્રકૃતિ (વૃક્ષોનાં પાન) જાત-જાતનો શણગાર સજે છે. વૃક્ષો જુના પાંદ કાઢી નવા પાંદ આપવાનું શરૃ થાય છે. કેશુડાના વૃક્ષો વિશેષ સુંદર દેખાય આમ ભવ્ય શણગાર કુદરતી પ્રકૃતિનો જોવા મળે છે. જ્યારે મનુષ્યના જીવનની પ્રકૃતિ માટે ચૈત્રિ નવરાત્રી છે.

મનુષ્ય ચૈત્રિનોરતાની માં જગદંબા જે અંતરીક્ષમાં રહી બ્રહ્માંડની રચના કરી અને તેમનું પાલન પોષણ કરે છે તેમાં જગદંબાની પૂજા કરે છે અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૃ થાય અને ચૈત્રિ નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૃ થાય છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ)તેથી બ્રહ્માની રાત્રિ શરૃ થઈ ગણાય.

ભારતીય સમાજમાં ચૈત્રિ નોરતાએ માં શક્તિ સ્વરૃપે નોરતા કરીએ છીએ. કારણ કે મનુષ્ય આસો મહિનાના નોરતા બાદ
સામાજીક રીત-રિવાજમાં ખૂંપી જાય છે અને સમાજની અટપટી ચાલથી હેરાન થઈ અને સમગ્ર સમાજ આ જાતની પ્રકૃતિમાં ઓતપ્રોત થાય અને પોતાની શક્તિ સામાજીક ચાલની અંદર ખર્ચી અને મનનાં અસંખ્ય વિકારો ઉત્પન્ન થાય છે કારણ કે શરીરની બુધ્ધી અસંખ્ય વિચાર આપી અને માયા થકી કર્મ કરે છે ત્યારે આ કર્મથી દૂર થવા શક્તિ મેળવવા ચૈત્રિ નોરતાની અંદર શુધ્ધ વિચાર પ્રકૃતિ ઉત્પન્ન કરવા માઁની પૂજા કરીએ છીએ. ભગવાન રામ તથા ભગવાન કૃષ્ણ પણ ચૈત્રિ નવરાત્રી શક્તિ મેળવવા ફરતાં હતાં. કૃષ્ણ ભગવાન દુર્ગા માઁની પ્રતિક તરીકે પૂજા કરતા હતાં.

દૂર્ગા શબ્દનો અર્થ જોઈએ તો દૂ એટલે દુશ્કર અને ગ એટલે ગમન કરવું શરીરમાં બુધ્ધી તત્વનું ઉદ્ભવસ્થાન તથા બુધ્ધિની ઉત્પતી જોવી કઠીન છે. દૂર્ગા સ્વરૃપનું પૂજન કરવાનું કારણ શરીરની પ્રકૃતિને બલ આપનાર નિરંજન-નિરાકાર માઁ જગદંબા સાકાર સ્વરૃપે ફોટો અથવા મૂર્તિ રાખી અનુષ્થાન કરીએ છીએ અને મૂળ આધાર શક્તિ સ્ત્રોત સ્વરૃપે દેવી છે દૂર્ગા એટલે દુર્ગમ સંકટ પાર કરનાર સર્વ લોકો માટે સારૃં વિચારનાર, સર્વ જગતનું કારણ સ્વરૃપ, જગતમાં જે ખ્યાતિ જોવા મળે તેમનું કારણ, કૃષ્ણ એટલે વેદનાં અર્થ મુજબ પ્રકૃતિ બનાવનાર બુધ્ધિનો સ્ત્રોતમાં જગદંબા આપે એટલે કે મન, બુધ્ધિ, અહંકારને વશ કરી શકે તેવી માઁ દૂર્ગાને સર્વ રીતે નમસ્કાર કરું છું.

ઉપરોક્ત સ્તૃતિમાં દૂર્ગાની પૂજનનો હાર્દ સમાયેલ છે. અતિવિકટ સમયે તથા સારા સમયમાં સ્વરૃપે જગદમ્બા શુદ્ધ વિચાર આપી જીવન પાર કરાવે, સંસારની ચાલ દરેક યુગની અંદર ખૂબ જ ગહન તથા દુષ્કર હોય છે. આવી અટપટી ચાલમાં દૂર્ગા શુદ્ધ વિચાર માનવીને આપી અને સર્વ જગતનાં લોકોને પણ શુદ્ધ વિચાર આપી કલ્યાણ કરે છે.

કૃષ્ણાનો અર્થ અહિં પ્રકૃતિ જે મનુષ્યનાં જીવન જીવવાના વિચારથી જે પ્રકૃતિ ઉત્પન્ન થાય તે પ્રકૃતિ છે. તેથી માઁ દૂર્ગાની પૂજા કરતા વિનંતી કરી છીએ. અમને શુધ્ધ વિચાર સ્વરૃપની શક્તિ આપ જેથી જગતની ચાલમાં ફસાઈ અને માયા અને સાયા દ્વારા જન્મોજન્મનાં ચક્કરમાં ન પડી તેથી શુદ્ધ વિચાર સ્વરૃપની શક્તિ જીવનમાં આપ.

સંસારીક મનુષ્ય સંસારી ચાલને લીધે પ્રકૃતિ શરીરમાં ઉત્પન્ન થાય તે સ્થિતિ, બુધ્ધિ, ફલ, ક્ષુધા, પિપાસા, દયા, નિંદ્રા, તૂન્દ્રા, સમા, મતિ, શાન્તિ, લજ્જા, તૃષ્ટિ, પુષ્ટિ, ભ્રાન્તિ, ક્રાન્તિ આ સર્વ વિચાર સ્વરૃપે શરીરમાં બુધ્ધિ સ્વરૃપે આવે છે.

આ પ્રકૃતિનું સ્વરૃપ કોઈને કોઈ કારણ સાથે જોડાયેલ છે જેમ વાયુની સહેલી સ્વતિ છે. ગણેશજીની પત્નિ પુષ્ટિ છે તે સૃષ્ટિ સાથે જોડાયેલ છે. એટલે કે સમાજનો માણસ પોતાના કાર્યથી સંતોષ પામે, મોહનો લગાવ પુણ્ય સાથે છે. જો સાત પુણ્ય કર્યા હોય તો સાંસારીક પ્રતિષ્ઠા મળે છે. સારા કાર્યનો લગાવ કીર્તિ છે જેથી સામાજીક માન મોભો ઉત્પન્ન થાય છે,

શરીરમાં અનાજને તે પચાવે તે એક ઉદ્યોગ સ્વરૃપ છે. અધર્મનો લગાવ હંમેશા મિથ્યા સાથે જોડાયેલ હોય છે. કારણ કે મિથ્યાનો ભાવ કપટ સાથે જોડાયેલ છે. શાન્તિ, લજ્જા આ દ્વારા મનુષ્ય અને સમાજ તથા રાષ્ટ્રનો વિકાસ આપી બુધ્ધિ દ્વારા થાય છે.

મનુષ્યની જીવનની અંદર માઁ દૂર્ગાનું પૂજન કરતા જે ૨૪ પ્રકારની બુધ્ધિ છે તે બુધ્ધિનું મૂળ સ્વરૃપ ગણાય છે. આ ગણ એટલે બુધ્ધિ, મેઘા, ધૃતિ જ્યારે જ્ઞાાન થતા મનુષ્યની તીવ્ર બુદ્ધિ શરીરમાં ઉત્પન્ન થાય. તે બુધ્ધિથી મેઘા એટલે કે અનંત શક્તિ મનના વિચારની અંદર સ્ફુરે આ વિચાર આવતા મન, બુધ્ધિ, અહંકાર જીવનમાં નિવૃત્ત થતાં જીવનમાં માત્ર તિક્ષ્ણ બુધ્ધિ રહે આ બુધ્ધિથી ધૃતિ એટલે મન અને બુધ્ધિનાં વિચાર પૂર્ણ થાય અને જ્ઞાાનપ્રગટે જો સમાજનાં દરેક લોકોની આવી બુધ્ધિ ઉત્પન્ન થાય ત્યારે સમાજ, રાષ્ટ્ર અને દેશનંદનવન બને છે આવા ભાવ ઉત્પન્ન થતા કલ્યાણકારી વિચાર જ આવે છે. માયા નામનું તત્વ જવાથી જીવન આનંદીત થાય છે.

તેથી જ ભગવાન કૃષ્ણ દૂર્ગા દેવીની ઉપાસના માયાવી બુધ્ધિથી દૂર જવા કરતાં માયા જે છે તે વિષ્ણુનું સ્વરૃપ છે. આ દ્વારા જન્મોજન્મનાં ચક્કરમાં પડી છીએ. તેથી સર્વ પ્રકારની શક્તિના સ્વરૃપ તરીકે દૂર્ગા માતાની પૂજા કરી ૨૪ પ્રકારની પ્રકૃતિ જે શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને તે દ્વારા બુધ્ધિ ઉત્પન્ન થાય છે અને અહંકારનો જન્મ જીવનમાં થાય. આ એક પણ ગુણ બહારથી જોઈ શકતો નથી. જ્યારે પ્રકૃતિથી શરીરનાં વિચાર બદલાવા માટે હજારો હાથ વાળી માઁ દૂર્ગાની પૂજન અને ભક્તિ નોરતામાં કરી છીએ. જ્યારે મનુષ્યની આવી પ્રકૃતિ સરસ્વતી સ્વરૃપે જ્ઞાાન માર્ગે વાળવા માટે ચોપડાનું પૂજન દૂર્ગા દેવી પાસે કરીએ છીએ અને જ્ઞાાન દ્વારા વિદ્યા ઉત્પન્ન થાય તેમને જીવનમાં ક્યારેય કોઈ સીમા હોતી નથી જ્ઞાાન શુદ્ધ જ હોય છે.

તેથી દૂર્ગા માતાની પૂજામાં મનુષ્ય એવો ભાવ લાવે કે શરીરની રાક્ષસી પ્રકૃતિ નિવૃત્ત થાય અને બુધ્ધિ, મેઘા, ધૃતિ જીવનમાં રહે જેથી આ દેવી શક્તિથી મનુષ્ય સાકાર સ્વરૃપે જગતના કલ્યાણ માટે પોતાની શક્તિ વાપરી શકીએ. વેદ કર્તા ઋષિ આ માટે ''ઁ કૃષ્ણાય સ્વાહા'' નામના મંત્ર દ્વારા પ્રકૃતિનાં સ્વામી દેવીને શુદ્ધ બુદ્ધિ દેવા માટે કાલાવાલા કરવા આવો સરસ મંત્ર પૃથ્વી ઉપરનાં મનુષ્યને આપ્યો જેથી શરીરની પ્રકૃતિ શુદ્ધ થાય.

શરીરની આસુરી વૃત્તિના નાશ માટે માઁ દૂર્ગા સ્વરૃપનું પૂજન કરી છીએ અને પૂજન કરતાં માઁ પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૃપની નવ દૂર્ગા (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચન્ડધન્નેતિ (૪) કૂમાન્ડા (૫) સ્કંદ માત (૬) કાત્યાયની (૭) કલરાત્રી (૮) મહાગૌરી (૯) સિધ્ધક્ષેત્રી સ્વરૃપે માઁ દૂર્ગાનું પૂજન કરી શક્તિ નોરતાની અંદર મેળવે સતકાર્ય માટે શક્તિ વાપરે તેવી માઁ જગદંબા સ્વરૃપ દૂર્ગાને પ્રાર્થના માઁ જગદંબાનો બાળક આ શરીર સ્વરૃપે પ્રાર્થના કરે.
''દૂર્ગા માતકી જય'' ''નવદૂર્ગા માતકી જય''

- પ્રધ્યુમ શુક્લ (Gujarat Samachar)


18 March, 2009

Improve Your Life - Commitments !!

We all have commitments in life. Sometimes we spend too much time on the commitments which don't even matter much in our lives. This happens because we are not too much sure about our important commitments and the time which we should spend on them individually.

Here are some great tips to improve your lives by working on your commitments !!

All the commitments in your life.

Take an inventory of the commitments in your life. Here are some common ones:

  • Work - we have multiple commitments at our jobs. List them all.
  • Side work - some of us free-lance, or do odd jobs to take in money. More commitments.
  • Family - we may play a role as husband, wife, father, mother, son, daughter. These roles come with many commitments.
  • Kids - Your kids might have soccer, choir, Academic Challenge Bowl, National Junior Honor Society, basketball, spelling bee, and more. Each of their commitments are yours too.
  • Religious - many of us are part of a Religious organization. Or perhaps we are committed to going to service once a week.
  • Home - aside from regular family stuff, there's the stuff you have to do at home.
  • Online - we may be a regular on a forum or mailing list or Google group or Chat Room. These are online communities that come with commitments too.
You might have other categories. List everything.

Now take a close look at each thing on the list, and consider:

How does this give my life value?

How important is it to me?

Is it in line with my life priorities and values?

How would it affect my life if I dropped out?

Does this further my life goals?


These are tough questions, but I suggest seeing if you can eliminate just one thing — the thing that gives you the least return for your invested time and effort. The thing that's least in line with your life values and priorities and goals. Cut it out, at least for a couple weeks, and see if you can get along without it. Revisit this list at that time and see if you can cut something else out. Edit mercilessly, keeping only those that really mean something to you.

Each time you cut a commitment, it may give you a feeling of guilt, because others want you to keep that commitment. But it's also a huge relief, not having to do that commitment each day or week or month. It frees up a lot of your time, and while others may be disappointed, you have to keep what's important to you in mind, not everyone else. If we committed to what everyone else wanted all the time, we would never have any time left for ourselves.

Take the time to edit your commitments, and your life will be greatly simplified.

You will thank yourself for it :)

સુખનો મૂળ સ્રોત જ્યાંથી નીકળે છે...

એક સંન્યાસીને પ્રસંગોપાત એક રાજાને મળવાનું થયું. સંન્યાસી અપરિગ્રહી હતા કંઈ મળે તો પણ વાહ અને ન મળે તો પણ વાહ. તેમને મળ્યાનો આનંદ નહિ, તો ન મળ્યાનો ખેદ પણ નહિ. રામ રાખે તેમ રહેવું એ વાત તેમના જીવનમાં સ્વાભાવિક રીતે વણાઈ ગઈ હતી. સંન્યાસી આખો દિવસ જ્ઞાાન- ધ્યાનમાં વ્યતીત કરતા હતા.

છતાં કોઈ જિજ્ઞાસુ આવી પહોંચે તો તેને પ્રેમથી સત્કારે અને તેનું યથાશક્તિ સમાધાન કરાવે. પોતાના ચારિત્રને કારણે સંન્યાસી લોકોમાં ઘણા જાણીતા થઈ ગયેલા. તેમની કીર્તિ સાંભળીને દેશના રાજાને તેમને મળવાની ઇચ્છા થઈ એટલે તેઓ સ્વયં સંન્યાસીની કુટિરે આવ્યા. રાજા સંન્યાસીના વાણી વર્તનથી ઘણાં પ્રભાવિત થઈ ગયા.

સંન્યાસીની વિદાય લેતા રાજાએ કહ્યું ઃ 'ગુરુદેવ ! આપ મોટા ત્યાગી- વૈરાગી છો. આપની પાસે કંઈ રાખતા નથી છતાં ય કેવા નિશ્ચિંત મને જીવ્યા કરો છો ! આપના ત્યાગથી આપનો સંન્યાસ શોભે છે.' સંન્યાસી મૃદુ સ્મિત કરતાં રાજાની વાત સાંભળી રહ્યા હતા. રાજાનું વકતવ્ય પૂરું થતાં સંન્યાસીએ કહ્યું ઃ 'રાજન ! તું મારા ત્યાગની પ્રશંસા કરે છે પણ મને તો વાસ્તવિકતામાં તું જ મોટો ત્યાગી લાગે છે. તારા ત્યાગની સામે મારો ત્યાગ તો કંઈ વિસાતમાં નથી.'

સંન્યાસીની વાત સાંભળીને નવાઈ પામતાં રાજા બોલ્યા, 'હે ગુરુદેવ ! આપ આમ અવળી વાત કેમ કરો છો ? હું તો રહ્યો ભોગી અને મારો ભોગ તો સૌ જોઈ શકે છે. મારો પરિગ્રહ કેટલો મોટો ! મારી પાસે આખું રાજ્ય છે. મહેલો છે. જમીન- જાયદાદ છે, મોટું સૈન્ય છે, આખો રાજભંડાર છે તમે મારી મશ્કરી તો નથી કરતા ને ! તમે મને કેવી રીતે મોટો ત્યાગી કહો છો તે મને સમજાતું નથી.'

સંન્યાસીએ કહ્યું, 'મેં તો જે કાંઈ છોડયું છે તે તો તેનાથી કેટલું ય અધિક મેળવવા માટે એટલે હું ત્યાગી ન કહેવાઉં. હું તો પરમાત્મપદ મેળવવા માંગુ છું અને તે મેળવવામાં સંસારના સુખ-સમૃદ્ધિ બાધક લાગતા મેં તેં છોડયાં છે. જે અનંત ઐશ્વર્ય તરફ મારી નજર છે તેની પાસે સંસારના સુખ- સુવિધાઓની કંઈ વિસાત્ નથી. જ્યારે હે રાજા, તું તો એક નાના સરખા રાજ્યની સમૃદ્ધિ મેળવવા અને જાળવવા માટે અનંત ઐશ્વર્યને છોડી રહ્યો છે. હવે તું કહે તારો ત્યાગ મોટો કે મારો ત્યાગ મોટો ? હું પરમની પ્રાપ્તિ માટે અલ્પને છોડું છું. જ્યારે તું તુચ્છની પ્રાપ્તિ માટે પરમ ઐશ્વર્યને છોડે છે.' અને સંન્યાસીની વાત સાંભળીને રાજા ઊંડા વિચારમાં પડી ગયો.

આપ જોઈએ તો વાત નાની લાગે છે અને આપણને એમાં કંઈ નવું ન પણ લાગે છતાં ય વાત ઘણી મહત્ત્વની છે. રાજા અને સંન્યાસી વચ્ચે જે સંવાદ થયો તે જરા ઉંડાણથી વિચાર કરવા જેવો છે. આપણે અત્યારે જે રીતે જીવન જીવી રહ્યા છીએ તેને મળતી આ વાત છે. આપણે ક્ષુલ્લક વસ્તુઓ માટે સતત દોડી રહ્યા છીએ. જે વસ્તુઓને મેળવવા માટે આપણે જીવનનો અમૂલ્ય સમય વેડફી રહ્યા છીએ તે બધી વસ્તુઓની શું આપણે ખરેખર જરૃર છે ખરી ? અને હોય તો પણ કેટલી ? વળી જે વસ્તુઓથી આપણે ઘરને ભરી દીધું છે તેમાંની મોટા ભાગની આપણે દેખાદેખી લઈ આવ્યા છીએ. એમાંનો કેટલોય પરિગ્રહ તો આપણા અહંને પોષવા માટે જ આપણે કર્યો છે. આ બધી વસ્તુઓ મેળવવા અને સાચવવા આપણે જે સમય આપી રહ્યા છે તે શું યોગ્ય છે ?

મઝાની વાત તો એ છે કે જીવનમાં દોડતાં પહેલાં આપણે એ પણ વિચાર નથી કરતા કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ કઈ દિશામાં જઈ રહ્યા છીએ અને ત્યાં પહોંચ્યા પછી આપણને જે મળશે તેનું વાસ્તવિક મૂલ્ય કેટલું ?

જે સંપત્તિ, સંતતિ અને સંબંધો માટે આપણે જીવનભર દોડયા કરીએ છીએ તે કેટલો સમય આપણી પાસે રહેશે ? તે બધું અહીં જ રહી જશે અને આપણે ચાલ્યા જવાના. જે કીર્તિ માટે આપણે આટલા ઉધામા કર્યા છીએ તે કીર્તિ આપણે કેટલો સમય ભોગવવાની ! કોઈની કીર્તિ કાયમ રહી નથી અને રહેવાની નથી અને રહે તો પણ આપણે તેનાથી શું ? જ્યાં આપણને તેની ખબર પણ ન રહેવાની હોય ત્યાં કીર્તિના મૂલ્ય કેટલાં ?

વાસ્તવિકતામાં આપણે જેની પાછળ જીવનભર દોડીએ છીએ તેનું પારમાર્થિક મૂલ્ય કાંઈ જ નથી. તુચ્છ અને અલ્પ સમય માટે આપણી સાથે રહેવાવાળી વસ્તુઓ પાછળ દોડવામાં જીવનની જે અમૂલ્ય સંપત્તિ છે તે તરફ આપણી નજર પણ જતી નથી જેને આપણે સમૃદ્ધિ ગણીએ છીએ અને જેને માટે આટલો ગર્વ કરીએ છીએ તે તો કેવળ મૃગજળ જેવી ભ્રામક છે. બાકી આત્માની વાસ્તવિક સમૃદ્ધિ અનંત જ્ઞાાન, અનંત દર્શન અને અસ્તિત્વગત અનંત પ્રસન્નતા છે જે શાશ્વત છે અને પ્રાપ્ત થયા પછી ક્યારેય ખોવાતી નથી. સાચી સમૃદ્ધિ જ એ કે જીવનની પેલે પાર પણ આપણી સાથે રહે અને આવે. જો જીવનમાં આપણી દ્રષ્ટિ એક વાર પણ આત્માના એ અનંત ઐશ્વર્ય તરફ જાય તો પછી સંસારમાં દેખાતી દુન્યવી સમૃદ્ધિ આપણને તુચ્છ લાગ્યા વિના રહે નહીં. બાકી સુખનો મૂળ સ્રોત જ્યાંથી નીકળે છે તે સ્થાનથી આપણે જીવનભર અપરિચિત રહી જઈએ એ જ જીવનની મોટી કરુણા છે.

(source: Gujarat Samachar)